Posts

Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ

Image
  Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ ચાલુ વર્ષે શાળાની માળખાગત સુવિધાઓથી પ્રભાવિત વાલીઓએ ૨૧ બાળકોને ખાનગી શાળા માંથી હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો  * છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો * હાડગુડ પ્રાથમિક શાળા એટલે.... ૩૦ કોમ્પ્યુટર સાથેની એસી સુવિધા ધરાવતી લેબ, ૩૦ સીસીટીવી કેમેરાથી સજ્જ શાળા તથા ફાયર સેફટીની અદ્યત્તન સુવિધાથી સજ્જ આધુનિક ભવન  * આણંદ, મંગળવાર : સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓમાં વધારો થતાં અને આધુનિકીકરણ થતાં લોકોનો સરકારી શાળા તરફનો અભિગમ બદલાયો છે. આ અન્વયે આજે વાત કરવી છે, આણંદ જિલ્લા મથક થી માત્ર ‌ ૩ કિ.મી. દુર આવેલી પી.એમ.શ્રી યોજના અંતર્ગતની આદર્શ એવી હાડગુડ પ્રાથમિક શાળાની. આ એક એવી શાળા છે કે જેમાં ધોરણ ૦૧ થી ૦૮ માં ૮૯૮ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભણી રહ્યા છે અને સરકારી શાળા હોવા છતાં દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રમાણમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હાડગુડ પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં બાલાવાટીકા

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

Image
Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા'  વઘઇનો ગીરાધોધ અહેવાલ : મનોજ ખેંગાર  (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો 'ગીરાધોધ', ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે.  સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.  હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે.  અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે.  પ્રક

ગુજરાત પોલીસનું ગૌરવ : પ્રતિષ્ઠિત "SKOCH" (Gold) એવોર્ડથી ડાંગ જિલ્લા પોલીસને સન્માનિત કરાઈ :

Image
  ગુજરાત પોલીસનું ગૌરવ : પ્રતિષ્ઠિત "SKOCH" (Gold) એવોર્ડથી ડાંગ જિલ્લા પોલીસને સન્માનિત કરાઈ : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાની પ્રેરણા તેમજ ડાંગ જિલ્લાની SheTeam ના ઉમદા કર્તવ્યના પરિણામ સ્વરૂપે, ડાંગ જિલ્લામાં દીર્ઘકાળથી ચાલી આવતી 'ડાકણ પ્રથા'ને નાબુદ કરી, પીડીત મહિલાઓનુ સમાજમાં પુન:સ્થાપન કરી, તેમજ એક સન્માનજનક નવજીવન પ્રદાન કરવાના સફળ પ્રયાસ 'પ્રોજેક્ટ દેવી' ને રાષ્ટ્રીય કક્ષાના "SKOCH" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.  ડાંગ જિલ્લા પોલીસને પ્રતિષ્ઠિત "SKOCH" (Gold) એવોર્ડથી સન્માનિત કરાતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ, તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, પ્રાયોજના વહીવટદાર શ્રી રાજ સુથાર, રાજકીય આગેવાનો, વહીવટી તંત્રના સૌ અધિકારી-કર્મચારીઓ તથા હોમ ગાર્ડ-ગ્રામ રક્ષક દળના જવાનો, તેમજ સહયોગી નાગરિકો અને સવિશેષ સર્વે મીડિયાકર્મીઓનો જિલ્લા પોલીસે અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. ગુજરાત પોલીસનું ગૌરવ - પ્રતિષ્ઠિત &qu

ડાંગ(સાપુતારા) : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો :

Image
  ડાંગ(સાપુતારા) : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે, સાપુતારા ખાતે કાર્યરત, સ્કુલ લીડરશીપ એકેડેમી બિલ્ડિંગમાં ગાયત્રી યજ્ઞ કરી, નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે ખુબ જ ઉપયોગી થશે. તેમણે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી દેશનું નામ રોશન કરે એવા શુભાશિષ પાઠવ્યા હતાં.  ઉલ્લેખનીય છે કે, દીકરીઓમાં શિક્ષણ વધે તે માટે સરકારી સંસ્થા દ્વારા કન્યાઓ માટે હોસ્ટેલ ચલાવવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ત્રણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) કાર્યરત છે, અને ચોથી કે.જી.બી.વી સાપુતારા ખાતે શરૂ કરવામાં આવી છે. સાપુતારા ખાતે કુલ ૧૦૦ દીકરીઓની કેપેસિટી સાથેની હોસ્ટેલ બિલ્ડિંગની શરૂઆત શિક્ષણ

ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટ ગામમાં આંગણવાડીના નવીન મકાનનું લોકાર્પણ માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું.

Image
  ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટ ગામમાં આંગણવાડીના નવીન મકાનનું લોકાર્પણ માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું.  જેમાં આઇસીડીએસ ઘટકના કર્મચારીઓ તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા... ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટ ગામમાં આંગણવાડી ના નવીન મકાનનું લોકાર્પણ કર્યું, જેમાં આઇસીડીએસ ઘટકના કર્મચારીઓ તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા... Posted by  Mla Arvind Patel  on  Saturday, July 13, 2024

નવસારી : પ્રાકૃતિક ખેતી દ્વારા સારી આવક મેળવતા નવસારી જીલ્લાના ખેરગામ તાલુકાના ખેડૂત શ્રી ઈશ્વરભાઈ ગરાસિયા અને પ્રિતેશભાઈ પટેલ

નવસારી : પ્રાકૃતિક ખેતી દ્વારા સારી આવક મેળવતા નવસારી જીલ્લાના ખેરગામ તાલુકાના ખેડૂત શ્રી ઈશ્વરભાઈ ગરાસિયા અને પ્રિતેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી અપનાવી સમૃદ્ધ બની રહ્યા છે રાજ્યના ખેડૂતો… CMO Gujarat Raghavji Patel #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #organicfarming #naturalfarming #farming #gujarat Posted by  Gujarat Information  on  Saturday, July 13, 2024

ગાંધીનગરઃકલોલમાં કોલેરાના રોગચાળાને ફેલાતો અટકાવવા માટે ખાસ ઝુંબેશ: કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટર શ્રીમેહુલ દવે

Image
 ગાંધીનગરઃકલોલમાં કોલેરાના રોગચાળાને ફેલાતો અટકાવવા માટે ખાસ ઝુંબેશ:  કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટર શ્રીમેહુલ દવે કલોલમાં રોગ અટકાયતી પગલાં સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઇ  રોગ અસરગ્રસ્તોની હોસ્પિટલમાં રૂબરૂ જઈ ખબર અંતર પૂછતા કલેક્ટરશ્રી ..પાણીના સુપર ક્લોરીનેશન સાથે લીકેજ શોધવા અને શહેરભરમાં સ્વચ્છતા ઝુંબેશ માટે અનુરોધ... ...રોગ અટકાયતી પગલાં માટે ડોર ટુ ડોર સર્વે સઘન બનાવવા અને લોકજાગૃતિ સંદર્ભે માર્ગદર્શન.. કલોલના કોલેરા અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન રોગ અટકાયતી પગલાં ભરવા જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે સંબંધિત અધિકારીઓને સૂચના આપી તાત્કાલિક પગલાં ભરવા અનુરોધ કર્યો છે. જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને કલોલ ખાતે યોજાયેલી બેઠકમાં કલેક્ટરશ્રીએ પાણીના સુપર ક્લોરીનેશન ઉપરાંત તાત્કાલિક ધોરણે લીકેજ શોધવા અને શહેરભરમાં સ્વચ્છતા ઝુંબેશ માટે ખાસ સુચના આપી હતી.  આ બેઠકમાં રોગચાળો ફેલાતો અટકે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ડોર ટુ ડોર સર્વેની વિગતો આપવામાં આવી હતી. તેમજ ઝાડા-ઉલટીના દર્દીઓને ઝડપથી સારવાર પૂરી પાડવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓઆરએસ પેકેટના

વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી અનસૂયા જ્હા ના હસ્તે વલસાડ જિલ્લા ને 2 નવીન ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું.

Image
 વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી અનસૂયા જ્હા ના હસ્તે વલસાડ જિલ્લા ને 2 નવીન ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સાથી ધારાસભ્ય શ્રી ભરતભાઇ પટેલ, શ્રી જીતુભાઇ ચૌધરી ના સાથે લિલી ઝંડી લહેરાવીને ધરમપુર ચોકડી ખાતે તથા જામલીયા પીએચસી.ધરમપુર ખાતે જવા રવાના કરવામાં આવી. આજ રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી અનસૂયા જ્હા ના હસ્તે વલસાડ જિલ્લા ને 2 નવીન ૧૦૮ એમ્બ્યુલન્સનું... Posted by  Mla Arvind Patel  on  Thursday, July 11, 2024

વલસાડ:ઉમરગામ તાલુકાના સરોંડા ગામના ખેડૂત ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી તમામ ખેતી કરી પ્રકૃતિ અને સ્વાસ્થયનું રક્ષણ કરી રહ્યા છે.

Image
વલસાડ:ઉમરગામ તાલુકાના સરોંડા ગામના ખેડૂત ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી તમામ ખેતી કરી પ્રકૃતિ અને સ્વાસ્થયનું રક્ષણ કરી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી, સમગ્ર રાજ્યએ પ્રાકૃતિક ખેતી અપનાવવાની પહેલ કરી છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરોંડા ગામના ખેડૂત પ્રકાશભાઈ અમૃતલાલ પટેલ વર્ષો પહેલાથી જ આ પહેલમાં જોડાઈ ચૂક્યા છે. વર્ષ ૨૦૧૬થી જ તેઓ પ્રાકૃતિક ખેતીમાં રસ જાગ્યો હતો અને તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા અને આજે તેઓ માત્ર ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી તમામ ખેતી કરી પ્રકૃતિ અને સ્વાસ્થયનું રક્ષણ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેત ઉત્પાદન કરી સારી આવક તો મેળવી જ રહ્યા છે સાથે સાથે લોકોને સ્વાસ્થ્યદાયી ખોરાક પણ પ્રદાન કરી રહ્યા છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા વધશે તેમજ ઉત્પાદન પણ મળશે એમ જણાવતા પ્રકાશભાઈ કહે છે કે, વર્ષ ૨૦૧૬માં સુભાષ પાલેકર પાસેથી પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી ત્યારથી પ્રાકૃતિક ખેતીમાં રસ જાગ્યો અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – અંભેટી તરફથી પ્રાકૃતિક ખેતીન

ડાંગ: વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાથે આહવા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત કરીને તેનું નિરીક્ષણ કર્યું.

Image
  ડાંગ: વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાથે આહવા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત કરીને તેનું નિરીક્ષણ કર્યું. હોસ્પિટલમાં દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ સાથે સંવાદ કરીને હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ પાસેથી પ્રશ્નો અને સમસ્યાઓ જાણીને તેમને તાકીદે ઉકેલવા માટે સૂચનાઓ આપી. વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાથે આહવા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત કરીને તેનું... Posted by  Dhaval Patel  on  Wednesday, July 10, 2024