ગાંધીનગરઃકલોલમાં કોલેરાના રોગચાળાને ફેલાતો અટકાવવા માટે ખાસ ઝુંબેશ: કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટર શ્રીમેહુલ દવે

 ગાંધીનગરઃકલોલમાં કોલેરાના રોગચાળાને ફેલાતો અટકાવવા માટે ખાસ ઝુંબેશ:  કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટર શ્રીમેહુલ દવે


કલોલમાં રોગ અટકાયતી પગલાં સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઇ

 રોગ અસરગ્રસ્તોની હોસ્પિટલમાં રૂબરૂ જઈ ખબર અંતર પૂછતા કલેક્ટરશ્રી

..પાણીના સુપર ક્લોરીનેશન સાથે લીકેજ શોધવા અને શહેરભરમાં સ્વચ્છતા ઝુંબેશ માટે અનુરોધ...

...રોગ અટકાયતી પગલાં માટે ડોર ટુ ડોર સર્વે સઘન બનાવવા અને લોકજાગૃતિ સંદર્ભે માર્ગદર્શન..

કલોલના કોલેરા અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન રોગ અટકાયતી પગલાં ભરવા જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે સંબંધિત અધિકારીઓને સૂચના આપી તાત્કાલિક પગલાં ભરવા અનુરોધ કર્યો છે. જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને કલોલ ખાતે યોજાયેલી બેઠકમાં કલેક્ટરશ્રીએ પાણીના સુપર ક્લોરીનેશન ઉપરાંત તાત્કાલિક ધોરણે લીકેજ શોધવા અને શહેરભરમાં સ્વચ્છતા ઝુંબેશ માટે ખાસ સુચના આપી હતી. 

આ બેઠકમાં રોગચાળો ફેલાતો અટકે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ડોર ટુ ડોર સર્વેની વિગતો આપવામાં આવી હતી. તેમજ ઝાડા-ઉલટીના દર્દીઓને ઝડપથી સારવાર પૂરી પાડવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓઆરએસ પેકેટના વિતરણ અંગે પણ બેઠકમાં માહિતી આપવામાં આવી હતી. 

આ બેઠક બાદ જિલ્લા કલેકટરશ્રીએ સરકારી દવાખાનામાં તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની રૂબરૂ મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા. કલેક્ટરશ્રીએ દર્દીઓને આપવામાં આવી રહેલી સારવાર સંદર્ભે પણ વિશેષ માહિતી મેળવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ રોગ અટકાયતી પગલાં ઉપરાંત રોગ સામે રાખવાની કાળજી સંદર્ભે લોકજાગૃતિના પગલાં ભરવા પણ ખાસ અનુરોધ કર્યો હતો 

 આ મુલાકાત સંદર્ભે પ્રાંત અધિકારી જૈનિલ દેસાઈ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એ. જે. વૈષ્ણવ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


કલોલમાં કોલેરાના રોગચાળાને ફેલાતો અટકાવવા માટે ખાસ ઝુંબેશ: કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટર શ્રીમેહુલ...

Posted by Info Gandhinagar GoG on Wednesday, July 10, 2024

Comments

Popular posts from this blog

Surat (Olpad) ઓલપાડ તાલુકાના લવાછા ગામે તાલુકા કક્ષાના '૭૫મા વન મહોત્સવ'ની ઉજવણીમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

Valsad District latest news : 02-07-2024