Posts

ડાંગ: વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાથે આહવા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત કરીને તેનું નિરીક્ષણ કર્યું.

Image
  ડાંગ: વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાથે આહવા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત કરીને તેનું નિરીક્ષણ કર્યું. હોસ્પિટલમાં દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ સાથે સંવાદ કરીને હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ પાસેથી પ્રશ્નો અને સમસ્યાઓ જાણીને તેમને તાકીદે ઉકેલવા માટે સૂચનાઓ આપી. વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાથે આહવા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત કરીને તેનું... Posted by  Dhaval Patel  on  Wednesday, July 10, 2024

Khergam: ખેરગામ તાલુકાના ગૌરી અને તોરણવેરા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગુજરાત સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Image
Khergam: ખેરગામ તાલુકાના ગૌરી અને તોરણવેરા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગુજરાત સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આજ રોજ ખેરગામ તાલુકાના ગૌરી ગ્રામપંચાયત સંકુલ અને તોરણવેરા માધ્યમિક શાળા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગુજરાત સરકાર દ્વારા *એક પેડ માં કે નામ* અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ભાજપ પ્રમુખશ્રી ચુનીભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, ભાજપ મહામંત્રીશ્રી લિતેશભાઈ ગાંવિત, વિવિધ ગામના સરપંચશ્રીઓ પ્રકાશભાઈ પટેલ ગૌરીના યજમાનપદે, પંકજભાઈ નાયક વડપાડા, મહેન્દ્રભાઈ નાયક પાટી, સુનિલભાઈ નાયક તોરણવેરા, ચંદુભાઈ પટેલ ચીમનપાડા યુવા મોરચા મંત્રી મુકુંદભાઈ પટેલ, ગૌરી પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકો અને બાળકો, યુવા બોર્ડ સંયોજક નિહાલભાઈ, આતિશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.  

પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો

Image
 પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો પ્રાકૃતિક ખેતીના હાર્દ સમા જીવામૃતનું વેચાણ કરતો રાજ્યનો એકમાત્ર જિલ્લો 'નવસારી' નવસારી જિલ્લાની આ પહેલને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની જરૂર: પ્રાકૃતિક ખેતીમાં અવરોધ બનતી સમસ્યાને ઓળખી તેને દુર કરતું નવસારી જિલ્લા તંત્ર પ્રાકૃતિક ખેતી એ દેશી ગાય આધારિત ખેત પદ્ધતિ છે, દેશી ગાય વિહોણા ખેડૂતોને જીવામૃત પહોચાડી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા નવસારી જિલ્લામાં આજદિન સુધી ૨,૦૧,૨૭૦ લીટર જીવામૃત ઉત્પાદન: ૧,૩૩૧ જેટલા દેશી ગાય વિહોણા ખેડૂતોએ લીધો છે લાભ વાંસદા તાલુકાના નાની ભમતી સ્થિત 'જીવામૃત ઉત્પાદન અને વિતરણ પ્રોજેક્ટ' દેશી ગાય વિહોણા ખેડૂતો માટે મહત્વની કડીરૂપ સાબિત થયો - 'આ પ્રોજેક્ટના કારણે રસાયકયુક્ત ખેતી કરતા ખેડૂતો રસાયણમુક્ત ખેતી કરતા થયા છે' જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો અતુલભાઈ આર. ગજેરા સંકલન : વૈશાલી પરમાર નવસારી,તા.09: પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી, સમગ્ર રાજ્યે પ્રાકૃતિક ખેતી અપનાવવાની પહેલ કરી છે. નવસારી જિલ્લો પણ પ્રાકૃતિક કૃષિનું ગઢ બનવા તરફ પ્રય

ગુજરાતની એક શાળા જેનું સંચાલન બાળકો કરે છે.

      ગુજરાતની એક શાળા જેનું સંચાલન બાળકો કરે છે. ગુજરાતની એક શાળા જેનું સંચાલન બાળકો કરે છે. ‘સ્માર્ટ બાળકો’ દ્વારા સંચાલિત ‘સ્માર્ટ શાળા’ વડોદરાની કવિ દુલા કાગ સરકારી... Posted by  Dr Kuber Dindor  on  Monday, July 8, 2024

તાપી- નિઝર - કુકરમુંડા: એસ્પિરેશનલ બ્લોક નિઝર અને કુકરમુંડાના સર્વાંગી વિકાસ માટે 'સંપૂર્ણતા અભિયાન' નો પ્રારંભ કરાવતા તાપી કલેકટર ડો. વિપિન ગર્ગ

Image
તાપી- નિઝર - કુકરમુંડા: એસ્પિરેશનલ બ્લોક નિઝર અને કુકરમુંડાના સર્વાંગી વિકાસ માટે 'સંપૂર્ણતા અભિયાન' નો પ્રારંભ કરાવતા તાપી કલેકટર ડો. વિપિન ગર્ગ સગર્ભા-ધાત્રી માતા, કિશોરી, બાળકોના પોષણસ્તરમાં સુધારો લાવવા માટે આંગણવાડી કાર્યકર બહેનોની ભૂમિકા મહત્વપૂર્ણ - કલેક્ટર ડૉ. ગર્ગ - કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાનો લાભ છેવાડાના માનવીને મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓને રચનાત્મક સૂચનો આપતા કલેક્ટર ડૉ. ગર્ગ માહિતી બ્યુરો,તાપી તા.૦૬ તાપી જિલ્લા કલેક્ટર શ્રી ડો. વિપિન ગર્ગે આકાંક્ષી નિઝર અને કુકરમુંડા તાલુકાના સર્વાંગી વિકાસ માટે 'સંપૂર્ણતા અભિયાન' નો પ્રારંભ કરાવતા જણાવ્યું કે, આ તાલુકાઓને અન્ય તાલુકાઓના સમકક્ષ લાવીને શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય, ખેતી સહિતના તમામ ઈન્ડિકેટર્સ પર પરિણામલક્ષી કામગીરી 'પ્રજા-તંત્ર' ની સહભાગીદારીથી શક્ય બનશે. વધુમાં કલેક્ટર શ્રી ગર્ગે જણાવ્યું કે, નિઝર અને કુકરમુંડા જેવા આકાંક્ષી તાલુકાઓમાં શિક્ષણ, સ્વાસ્થ્ય પોષણ અને ખેતી મહત્વના પરિબળ છે. આંગણવાડી કેન્દ્ર ખાતે ઉપલબ્ધ થતા 'ટેક હોમ રેશન' જેમાં ધાત્રી-સગર્ભા બહેનો માટે માતૃશક્તિ, કિશ

તાપી જિલ્લાનું ગૌરવ : ભારત માતાના જાબાંઝ સપૂત મુકેશ ગામીતને માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે શૌર્યચક્ર પુરસ્કાર

Image
  તાપી જિલ્લાનું ગૌરવ : ભારત માતાના જાબાંઝ સપૂત મુકેશ ગામીતને માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે શૌર્યચક્ર પુરસ્કાર  સીઆરપીએફ જવાન મુકેશકુમાર ગામીતે દેશનું સન્માન વધાર્યું : તાળીઓના ગડગડાટથી ગૂંજ્યુ રાષ્ટ્રપતિ ભવન ભારત માતાના જાબાંઝ સપૂત મુકેશ ગામીતને માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે શૌર્યચક્ર પુરસ્કાર  દેશના ગૌરવ સમાન મુકેશ ગામીતને શૌર્યચક્ર મેળવવા બદલ તાપી વહીવટી તંત્ર અને ગ્રામજનો તરફથી ખુબ ખુભ શુભકામનાઓ  માહિતી બ્યુરો, તાપી તા. ૦૬ :-  નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે તા. ૫ જુલાઈ, ૨૦૨૪ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે યોજાયેલા સન્માન સમારોહમાં ભારત દેશના માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડીના શ્રી મુકેશકુમાર ગામીતને શૌર્યચક્ર પુરસ્કારથી સન્માનિત કરાવામાં આવ્યા છે. શૌર્યચક્ર પુરસ્કાર પ્રાપ્ત કરતાની સાથે રાષ્ટ્રપતિ ભવન તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું હતું. વીરતા, શૌર્ય અને પરાક્રમનો પરિચય આપતા ૬૧ સીઆરપીએફના કોન્સ્ટેબલ શ્રી મુકેશ ગામીતે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૨૧ માં મને ક્વિક એક્શન ટીમમાં સામેલ કરવામ

ચીખલી:સ્વામી વિવેકાનંદ રમતગમત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ચીખલી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો.

Image
 ચીખલી:સ્વામી વિવેકાનંદ રમતગમત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ચીખલી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. સ્વામી વિવેકાનંદ રમતગમત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ચીખલી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો. Posted by  Amita Patel  on  Friday, July 5, 2024

Dharampur:ધરમપુર તાલુકાની રાનપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકાનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.

Image
Dharampur:ધરમપુર તાલુકાની રાનપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકાનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો. ધરમપુર તાલુકાની રાનપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી સરસ્વતીબેન ગુલાબસિંહ પઢિયાર, તેમના કાર્યકાળની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી નિવૃત્ત થતા, નિવૃત્તિ સન્માન સમારોહમાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહી નિવૃત્ત જીવન સ્વસ્થતા તથા સુખથી વ્યતીત કરે તેવી શુભકામનાઓ પાઠવી. ધરમપુર તાલુકાની રાનપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી સરસ્વતીબેન ગુલાબસિંહ પઢિયાર, તેમના કાર્યકાળની ફરજ નિષ્ઠાપૂર્વક... Posted by Mla Arvind Patel on  Saturday, July 6, 2024

રાજકોટ: જળ સંપત્તિ મંત્રીશ્રી કુંવરજી બાવળીયાનીગાંધીનગર સ્થિત 'ફ્લડ કંટ્રોલ સેલ'ની મુલાકાત

Image
રાજકોટ: જળ સંપત્તિ મંત્રીશ્રી કુંવરજી બાવળીયાનીગાંધીનગર સ્થિત 'ફ્લડ કંટ્રોલ સેલ'ની મુલાકાત રાજ્યમાં વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર સ્થિત 'ફ્લડ કંટ્રોલ સેલ'ની મુલાકાત કરીને સમીક્ષા કર્યા બાદ જળ સંપત્તિ મંત્રીશ્રી કુંવરજી બાવળીયા એ રાજકોટ, મોરબી, ભાવનગર ઝોનમાં હોટલાઇન પર સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી વરસાદ - જળાશયોની વિગતો મેળવીને જરૂર સૂચનાઓ આપી હતી. રાજ્યમાં વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર સ્થિત 'ફ્લડ કંટ્રોલ સેલ'ની મુલાકાત કરીને સમીક્ષા કર્યા બાદ જળ સંપત્તિ... Posted by Info Rajkot GoG on  Wednesday, July 3, 2024

આણંદ: મેઘવાઘાના ગ્રામ પંચાયત ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ રાત્રિ સભા યોજી

Image
આણંદ: મેઘવાઘાના ગ્રામ પંચાયત ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ રાત્રિ સભા યોજી ગ્રામજનોના વીજળી,રોડ – રસ્તા,સ્વચ્છતા સહીતના પ્રશ્નોનો ટૂંક સમયમાં જ નિકાલ કરવાની નેમ વ્યક્ત કરતાં જિલ્લા કલેકટરશ્રી ગ્રામજનોને જાગૃત બનીને પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા અનુરોધ કરતા જિલ્લા કલેકટરશ્રી મેઘવાઘાના ગ્રામ પંચાયત ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ રાત્રિ સભા યોજી -------- ગ્રામજનોના વીજળી,રોડ –... Posted by Info Anand GoG on  Wednesday, July 3, 2024