પોરબંદરની મેડિકલ કોલેજમાં રાષ્ટ્રીય તબીબ દિવસની ઉજવણી કરાઇ
પોરબંદરની મેડિકલ કોલેજમાં રાષ્ટ્રીય તબીબ દિવસની ઉજવણી કરાઇ
પોરબંદર, તા. ૧ :
પોરબંદરમાં પેલી જુલાઇએ રાષ્ટ્રીય તબીબ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય તબીબ દિવસની ઉજવણીના ભાગરૂપે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, પોરબંદર દ્વારા ડીન શ્રી ડો. ગૌરવ ભંભાણીના માર્ગદર્શન હેઠળ એક હેલ્થ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં MBBSના વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. પ્રસિદ્ધ ચિકિત્સક ડૉ. બિધાનચંદ્ર રોયની જન્મ અને મૃત્યુ જયંતિના સન્માન માટે ભારતમાં પેલી જુલાઈના રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે પોરબંદરની મેડિકલ કોલેજમાં પણ તબીબ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદરની મેડિકલ કોલેજમાં રાષ્ટ્રીય તબીબ દિવસની ઉજવણી કરાઇ પોરબંદર, તા. ૧ : પોરબંદરમાં પેલી જુલાઇએ રાષ્ટ્રીય તબીબ...
Posted by Info Porbandar GoG on Wednesday, July 3, 2024
Comments
Post a Comment