વલસાડ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ

વલસાડ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની રાહબરી હેઠળ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ઝુંબેશ ચાલી રહી છે ત્યારે વલસાડ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ખેતર ખેતર સુધી પહોંચે અને તેનો પ્રાકૃતિક ખેતીનો પાક ઘર ઘર સુધી પહોંચે તે માટે પ્રસંશનીય કામગીરી થઈ રહી છે. જે અંતર્ગત ગત વર્ષમાં જિલ્લામાં 3196 તાલીમ કાર્યક્રમો યોજી 92326 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માહિતી આપી ખરા અર્થમાં ખેડૂતોને "જગતના તાત" બનાવવા માટે બીડું ઝડપ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવે તે માટે દેશી ગાય નિભાવ ખર્ચ યોજના અમલમાં છે. જે યોજના મુજબ દર મહિને એક દેશી ગાય દીઠ 900 રૂપિયા નિભાવ ખર્ચ આપવામાં આવે છે, જે સંદર્ભે વલસાડ જિલ્લામાં અંદાજિત 3000 દેશી ગાય ધરાવતા ખેડૂતોને પ્રતિમાસ 900 રૂપિયા દીઠ સહાય આપવામાં આવી રહી છે. વર્ષ 2023-24 દરમિયાન વલસાડ જિલ્લામાં 18449 ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, જેઓ તેમની અંદાજે 19277 એકર જમીનમાં હાલ પ્રાકૃતિક ખેતી કરી લોકોને ઝેર મુક્ત ધાન્ય આપવાનું પુણ્ય કાર્ય રહ્યા છે. ગત વર્ષે જિલ્લામાં 10 ગ્રામ પંચાયત દીઠ એક ક્લસ્ટર એમ કુલ 39 ક્લસ્ટર બનાવી પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી હતી, જે ચાલુ વર્ષે સૂક્ષ્મ આયોજન કરી 5 ગ્રામ પંચાયત એક ક્લસ્ટર એમ જિલ્લામાં કુલ 79 ક્લસ્ટર બનાવી પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી રહી છે

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની રાહબરી હેઠળ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી...

Posted by INFO Valsad GOV on Wednesday, July 3, 2024

Comments

Popular posts from this blog

ગુજરાતનું ભૂપૃષ્ઠ|Geography of Gujarat

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ