રાજકોટ: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સી.એ.ગાંધી દ્વારા બાળકોને શાળા માટે પરિવહનમાં વપરાશમાં લેવાતી બસ તથા વાન-રીક્ષા વગેરેમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા શાળા પરિવહન સંલગ્ન તમામ માટે દિશાનિર્દેશ જાહેર કરાયા.
રાજકોટ: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સી.એ.ગાંધી દ્વારા બાળકોને શાળા માટે પરિવહનમાં વપરાશમાં લેવાતી બસ તથા વાન-રીક્ષા વગેરેમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા શાળા પરિવહન સંલગ્ન તમામ માટે દિશાનિર્દેશ જાહેર કરાયા.
બાળકોને શાળા માટે પરિવહનમાં વપરાશમાં લેવાતી બસ તથા વાન-રીક્ષા વગેરેમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સી.એ.ગાંધી દ્વારા તા.૯/૮/૨૦૨૪ સુધી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સરકારી-ખાનગી સ્કૂલો,કોલેજ, કોચિંગ ક્લાસના આચાર્ય-સંચાલક તથા સ્કૂલવાન,સ્કૂલ બસ, સ્કૂલ-રીક્ષા ચલાવતા માલિક-ડ્રાઇવરો માટે નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે.
.
નિર્દેશો અનુસાર બસના બાહ્ય ભાગમાં ડ્રાઇવરની માહિતી નામ,સરનામું, લાઇસન્સ નંબર, બેજ નંબર અને શાળાનો કે બસ માલિકનો ટેલીફોન હેલ્પલાઇન નંબર અને રજીસ્ટ્રેશન નંબર, વાહનની અંદરની અને બહારની તરફ સ્પષ્ટ દેખાય તથા વંચાય તે રીતે કોન્ટ્રાસ્ટ રંગમાં બસમાના મુસાફર અને જાહેર જનતાને બહારથી પણ સ્પષ્ટ રીતે દેખાય તેવી રીતે લખવાના રહેશે.
.
ઉપરાંત બસની બારીઓ પર આડી પટ્ટીઓ અને જાળી, દરવાજા પર વિશ્વાસનીય લોક તેમજ બસમાં આપાતકાલીન સમયે બહાર જવા માટેનો દરવાજો રાખવાનો રહેશે. આ અંગે શાળા પ્રશાસનએ જવાબદારી સુનિશ્ચિત કરવાની રહેશે. સ્કુલ બસમાં સ્પીડ ગવર્નર લગાવવું ફરજિયાત રહેશે.
.
સ્કુલ વર્ધી માટે વપરાતી ઓટોરિક્ષા-વાનમાં આરટીઓ માન્ય કેપેસિટી જેટલા જ બાળકો બેસાડવાના રહેશે.આ વાહનો પર સ્કૂલ વર્ધી એમ સ્પષ્ટ દેખાય તે પ્રમાણે લખવાનું રહેશે.જેમાં પ્રાથમિક સારવારની પેટી,અગ્નિશામક સાધનો, ઉતારું કમ્પાર્ટમેન્ટની વધારાની બેઠક વ્યવસ્થા, બારીઓ પર જાળી રાખવી ફરજિયાત રહેશે. રીક્ષા-વાનમાં સીએનજી એલપીજી સિલેન્ડર પર પાટિયું રાખીને કે ડ્રાઇવરની સીટ પર બાળકોને બેસાડી શકાશે નહીં. વાહનમાં બાળકોના દફતર બહારની બાજુ લટકાવી શકાશે નહીં તેમજ ચારે તરફ લાલ રંગમાં સ્કૂલ વાન શબ્દ ચિતરાવવાનો રહેશે.તમામ સૂચનાઓની અમલવારી શાળા, કોલેજ કોચિંગ ક્લાસના આચાર્ય-સંચાલક તથા બસ-રિક્ષાવાળાના માલિક તથા ડ્રાઇવરોએ કરવાની રહેશે.
બાળકોને શાળા માટે પરિવહનમાં વપરાશમાં લેવાતી બસ તથા વાન-રીક્ષા વગેરેમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અધિક જિલ્લા...
Posted by Info Rajkot GoG on Wednesday, July 3, 2024
Comments
Post a Comment