નવસારી જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને પીએમ જનમન અભિયાન અન્વયે વિવિધ વિભાગની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ
નવસારી જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને પીએમ જનમન અભિયાન અન્વયે વિવિધ વિભાગની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ
-
નવસારી,તા.03: સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા આદિમજૂથના પરિવારોને સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાથી સંપૂર્ણ લાભાન્વિત કરી સો ટકા સેચ્યુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ‘પીએમ જનમન’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાનને પ્રજા કલ્યાણની દિશામાં આગળ ધપાવતા નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ વિભાગો થકી આદિમજુથના પરિવારોને મળનાર લાભો અંગે સમિક્ષા કરવામાં આવી હતી. જેમાં જનજાગૃતી કેમ્પની કામગીરી, આવાસ, વીજ કનેકશન, નળ કનેકશન, આરોગ્ય વિભાગ થકી મળતા આયુષ્માન ભારત કાર્ડ સહિત વિવિધ યોજાનાના લાભો, ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ, પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓ, વિશ્વકર્મા યોજના અંતર્ગત આર્ટિઝન તરીકેની નોંધણી, બેન્કની વિવિધ યોજનાના લાભો અંગે વિભાગવાર સમીક્ષા કરવામાં આવી હતી.
*નવસારી જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને પીએમ જનમન અભિયાન અન્વયે વિવિધ વિભાગની કામગીરી અંગે સમીક્ષા બેઠક...
Posted by Info Navsari GoG on Wednesday, July 3, 2024

Comments
Post a Comment