Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ. તારીખ 6/6/2024 થી 7/6/2024 દરમ્યાન સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય સમગ્ર નવસારી જિલ્લાના સી.આર.સી.ઓની નિવાસી તાલીમ AB સ્કૂલ ચીખલી ખાતે યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી શરૂઆત કરી. શરૂઆત નિકિતા મેડમ દ્વારા સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કો . શ્રી શશીકાંતભાઈએ સરસ મજાની વાર્તાથી તાલીમની શરૂઆત કરી. આજના સમયમાં આબોહવા પરિવર્તન અલગ અલગ રીતે વર્તાઈ રહી છે. આબોહવાના મુખ્ય ઘટકો વિષે સમજાવવામાં આવ્યું. જે શાળા સક્ષમ બનાવા માટે જરૂરી છે. શાળા સક્ષમ તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે. શાળા સક્ષમ બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે બી.આર.સી કો . શ્રી મેહુલભાઈએ સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, સલામત શાળાઅને સુલભશાળા વગેરે વિશે વાતો ક...
રાજ્યમાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન હળવદ તાલુકાનાં ઇસનપુરનાં ખેડૂતે અપનાવી પ્રાકૃતિક ખેતી ને જીવન બદલી ગયું હળદર સહિતના પાકોનું મુલ્યવર્ધન કરી સીધું ગ્રાહકોને કરે છે વેચાણ પ્રાકૃતિક ખેતીથી ખેતી ખર્ચમાં થયો ઘટાડો અને આવકમાં થયો વધારો પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોને અપનાવીને ખેડૂતો ફરીથી પોતાની જમીનને ફળદ્રુપ બનાવી શકે છે એટલું જ નહીં ઉત્તમ ગુણવત્તાવાળો પાક પણ મેળવી શકે છે. ત્યારે પ્રાકૃતિક કૃષિનો પ્રચાર-પ્રસાર કરીને ખેડૂતોમાં જાગૃતતા લાવવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યનો કૃષિ વિભાગ અથાગ મહેનત કરી રહ્યો છે. મોરબી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમ મેળવી હળવદ તાલુકાના ઇસનપુર ગામના ખેડૂતે ગાય આધારિત કૃષિ અપનાવી પાક ઉત્પાદનમાં અદભુત પરિણામ મેળવ્યા છે. તો આવો જાણીએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના વિશેષ અનુભવો ગણેશભાઈના શબ્દોમાં.... ૪૦ વર્ષીય ગણેશભાઈ કણઝરિયાએ કૃષિમાં પોતાને થયેલ અનુભવ વિશે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારના મુખ્યો પાકોમા કપાસ, તલ, કઠોળ, જીરૂ તથા...
Comments
Post a Comment