ગુજરાતનું ભૂપૃષ્ઠ| Geography of Gujarat પ્રાચીન સમયમાં ગુજરાતના વિવિધ ભાગો નીચેનાં નામે ઓળખાતા : (1) ‘આનર્ત‘ : તળગુજરાતનો ઉત્તરનો ભાગ (2) ‘લાટ‘ : હાલના ગુજરાતનો મધ્ય અને દક્ષિણનો ભાગ (3) ‘સુરાષ્ટ્ર‘ : હાલના સૌરાષ્ટ્રનો દ્વિપકલ્પીય ભાગ ભૂપૃષ્ઠ : ભૂપૃષ્ઠની ર્દષ્ટિએ ગુજરાતના ચાર વિભાગો છે : (1) ગુજરાતનો દરિયાકિનારો તથા રણવિસ્તાર (2) ગુજરાતનાં મેદાનો (3) સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ અને (4) ગુજરાતના ડુંગરાળ પ્રદેશો. (1) ગુજરાતનો દરિયાકિનારો તથા રણવિસ્તાર : દરિયાકિનારો : ભારતના કુલ દરિયા-કિનારાનો આશરે ત્રીજો ભાગ ગુજરાત ધરાવે છે. દમણગંગા અને તાપી વચ્ચેનો દરિયાકિનારો કાદવકીચડનો બનેલો છે. ‘સુવાલીની ટેકરીઓ‘ને નામે ઓળખાતો તાપીનો ઉત્તર કિનારો રેતાળ ટેકરીઓનો બનેલો છે. તાપીથી ખંભાત સુધીનો કિનારો ખાંચાખૂંચીવાળો છે. ખંભાતના અખાતમાં અલિયાબેટ અને પીરમ બેટ છે. ભાવનગર નજીક સુલતાનપુર અને જેગરી બેટ છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે દીવ, સિયાલ અને સવાઈ બેટ છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે બેટ દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ છે. બેટ દ્વારકાથી કચ્છના નાના રણ સુધીનો કિનારો ખાંચાખૂંચીવાળો અને ક્ષારીય કાદવ...
Comments
Post a Comment