Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ “સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪: સુરત” ------------ સ્વચ્છતા એ માત્ર પ્રાસંગિક ઝુંબેશ ન બની રહે એ માટે તેને જનઆંદોલન બનાવીએ ઔદ્યોગિક કંપનીઓના સહકારથી આગામી સમયમાં દરિયાકિનારે કાપડની થેલીના વેડિંગ મશીન મૂકવાનું આયોજન :- વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ------------ સ્વચ્છતા અભિયાનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સજાગ બનતા સુરતીઓ ------------ ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન વેગ પકડી રહ્યું છે, જેને અનુસંધાને ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (GEMI) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે સુરતના ડુમ્મસ બીચ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ’ની ઉજવણી સાથે સ્વચ્છતા ડ્રાઈવ યોજી ડુમ્મસ બીચની સાફસફાઈ કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ પણ ઝુંબેશમાં જોડાયા હતા. ...
રાજકોટ: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સી.એ.ગાંધી દ્વારા બાળકોને શાળા માટે પરિવહનમાં વપરાશમાં લેવાતી બસ તથા વાન-રીક્ષા વગેરેમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા શાળા પરિવહન સંલગ્ન તમામ માટે દિશાનિર્દેશ જાહેર કરાયા. બાળકોને શાળા માટે પરિવહનમાં વપરાશમાં લેવાતી બસ તથા વાન-રીક્ષા વગેરેમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સી.એ.ગાંધી દ્વારા તા.૯/૮/૨૦૨૪ સુધી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સરકારી-ખાનગી સ્કૂલો,કોલેજ, કોચિંગ ક્લાસના આચાર્ય-સંચાલક તથા સ્કૂલવાન,સ્કૂલ બસ, સ્કૂલ-રીક્ષા ચલાવતા માલિક-ડ્રાઇવરો માટે નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. . નિર્દેશો અનુસાર બસના બાહ્ય ભાગમાં ડ્રાઇવરની માહિતી નામ,સરનામું, લાઇસન્સ નંબર, બેજ નંબર અને શાળાનો કે બસ માલિકનો ટેલીફોન હેલ્પલાઇન નંબર અને રજીસ્ટ્રેશન નંબર, વાહનની અંદરની અને બહારની તરફ સ્પષ્ટ દેખાય તથા વંચાય તે રીતે કોન્ટ્રાસ્ટ રંગમાં બસમાના મુસાફર અને જાહેર જનતાને બહારથી પણ સ્પષ્ટ રીતે દેખાય તેવી રીતે લખવાના રહેશે. . ઉપરાંત બસની બારીઓ પર આડી પટ્ટીઓ અને જાળી, દરવાજા પર વિશ્વાસનીય લોક તેમજ બસમાં આપાતકાલીન સમયે બહાર જવા માટેનો દરવ...
Comments
Post a Comment