Posts

Navsari |chikhli: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો

Image
 ૭૫માં જિલ્લા કક્ષાના વનમહોત્સવની ઉજવણી: નવસારી જિલ્લો  Navsari |chikhli: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો - ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરીએ-મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયા - નવસારી,તા.10: નવસારી જિલ્લામાં ૭૫માં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી આજે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચશિક્ષણના મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને દિનકરભવન મજીગામ, ચીખલી ખાતે યોજાયો હતો. અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ભારતનાં પ્રથમ કૃષિ મંત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શીનું સ્મરણ કરી તેઓ દ્વારા આરંભાયેલ આ મુહિમને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા હાલના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગળ ધપાવી રહ્યા છે એમ ઉલ્લેખ કર્યો હતો. તેમણે પ્રવર્તમાન સમયમાં વધતા ઉદ્યોગ અને રોજગાર ધંધાઓને લઈને પર્યાવરણને જે નુકશાન થાય છે. તેમાં સુધારો કરવો અત્યંત જરૂરી બન્યો છે એમ જણાવી નવસારી જિલ્લામ

Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો :

Image
  Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા. ૭: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ - ૨૦૨૦ મુજબ તેમના વર્ગ શિક્ષણ કાર્યમાં રમકડાનો ઉપયોગ કરી, નવતર અભિગમ અપનાવ્યો છે. આ પ્રયોગ થકી તેમણે શાળાના બાળકોને વિષય શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે.  ધોરણ ૧ અને ૨ ના બાળકોને વિષય વસ્તુ અનુરૂપ રમકડાના માધ્યમથી અધ્યયન નિષ્પતિઓને સરળતાથી કેવી રીતે શીખવી શકાય એનું એક નવતર કાર્ય આ શિક્ષિકાના વર્ગખંડમાં જોવા મળે છે.  શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે શિક્ષણ કાર્યમાં રમકડાના ઉપયોગ અંગેનો પ્રોજેક્ટ તાલુકા અને જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર અને રાજ્ય કક્ષાએ યોજાયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં રજૂ કરી શ્રેષ્ઠ શિક્ષક તરીકે નમૂનારૂપ પ્રદર્શન કર્યું હતું. જેની નોંધ લઈ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ થી  સન્માનિત કરવામાં આવ્યા હતાં. ડાંગ જિલ્લાની શિક્ષિકા શ્રીમતી માલાબેન થોરાટન

Latest educational news: Surat, chaurasi, Manrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Uchchhal,Nizar, Dolvan kukarmunda

Image
  Latest educational news:  Surat, chaurasi, Manrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Uchchhal,Nizar, Dolvan kukarmunda 

નિઝર કોલેજમાં હેપેટાઈટિસ અંગે માર્ગદર્શન

Image
 નિઝર કોલેજમાં હેપેટાઈટિસ અંગે માર્ગદર્શન

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે પ્રા.શિક્ષકોની સક્ષમ તાલીમ યોજાઈ.

Image
 Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે પ્રા.શિક્ષકોની સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 18/-07- 2024 અને 19-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોની દ્વિ દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. ખેરગામ બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા હતા. સક્ષમ તાલીમના તજજ્ઞોમાં શ્રી કિરીટભાઇ પટેલ(વાડ મુખ્ય શાળા ,Htat), અલ્પેશભાઈ પટેલ (બહેજ પ્રા.શાળા, Htat), કાશ્મીરાબેન પટેલ (પાણીખડક પ્રા.શાળા, મુખ્ય શિક્ષક), વર્ગ સંચાલક ટીનાબેન પટેલ (સી.આર.સી) દ્વારા શિક્ષકોને સક્ષમ તાલીમ આપવામાં આવી હતી. જેમાં કિરીટભાઈ પટેલ દ્વારા આબોહવા પરિવર્તન,પર્યાવરણ, સ્વચ્છ હરિયાળી શાળા, ગ્રીન શાળાઓ, સલામત શાળાઓ, સુલભ શાળાઓ પર ચર્ચા કરી શિક્ષકોને માહિતગાર કર્યા હતા.  જેમાં સ્વચ્છ શાળાઓ ગ્રીનશાળાઓ સલામત શાળાઓ સુલભશાળાઓ વિષયો પર સ્વચ્છ પાણી, ગંદુ પાણીનું રિસાયકલ, દિવસ દરમ્યાન વિદ્યાર્થીને પાણીની જરૂરિયાત, શૌચાલય, કન્યાઓ માટે નોડલ શિક્ષિકાની નિમણુંક કરી તેમનાં મુઝવતા પ્રશ્નોના નિકાલ અને સે

Surat, Tapi district pincode number

  Surat, Tapi district pincode number  • Agnovad ~ 395003 • Athwa ~ 395007 • Athwalines ~ 395001 • Bajipura ~ 394690 • Baleshwar ~ 394317 • Bardoli H Q ~ 394601 • Baroda Rayon ~ 394220 • Bedkuvadoor ~ 394363 • Bhadbhuja ~ 394378 • Bhagal ~ 395003 • Bhatha ~ 394510 • Bhavanivad ~ 395003 • Bodhan ~ 394140 • Bombay Market ~ 395003 • Buhari ~ 394630 • Cenral Colony ~ 394680 • Central Pulp Mills ~ 394660 • Chalthan ~ 394305 • City ~ 395003 • Dumas ~ 394550 • Fertilizernagar Tribhco S ~ 394515 • Fort Songadh ~ 394670 • Gadat (bihar) ~ 394631 • Gangadhra R S ~ 394310 • Ghala ~ 394155 • Goddod ~ 395007 • Godsamba ~ 394163 • Gopipura ~ 395001 • Govt Medical College ~ 395001 • Hajira ~ 394270 • Hathuran ~ 394125 • Inderpura ~ 395002 • Jhampa ~ 395003 • Kadod ~ 394335 • Kadodara ~ 394327 • Kakrapar ~ 394360 • Kamrej ~ 394180 • Kamrej Char Rasta ~ 394185 • Kanpura ~ 394650 • Kapura ~ 394655 • Karchelia ~ 394240 • Kathor ~ 394150 • Khatodra ~ 395002 • Kholvad ~ 394190 • Kim ~ 394110 • Kos ~ 394690

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

Image
  Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 15-07- 2024 અને 16-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં તમામ આચાર્યશ્રીની  દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. સરકારશ્રીની  નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમા સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પુટર લેબ, સાયન્સ લેબ, ગ્રીન શાળાઓ, હરિયાળી શાળા તેમજ જળ  જંગલ અને જમીનના સંવર્ધન બાબતે તથા શાળાની  ભૌતિક સુવિધાઓને અગ્રતાક્રમ આપી મોડેલ શાળાઓમા અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો પણ ઉપરોક્ત તમામ બાબતોથી વાકેફ થાય એ  અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. શરૂઆત બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ ઇન્ચાર્જ સી.આર.સી કિરીટભાઈ દ્વારા   સરસ મજાની વાર્તાથી શરૂઆત કરી. જેમાં આબોહવા પરિવર્તન વિશેની વાતો કરી. આજના સમયમાં આબોહવા ગમે તે પ્રમાણમાં અલગ અલગ રીતે વર્તાઈ રહી છે જેના કારણોની  વાતો કરી.  જેમાં મુખ્ય મુદ્દામા

Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ

Image
  Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ ચાલુ વર્ષે શાળાની માળખાગત સુવિધાઓથી પ્રભાવિત વાલીઓએ ૨૧ બાળકોને ખાનગી શાળા માંથી હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો  * છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો * હાડગુડ પ્રાથમિક શાળા એટલે.... ૩૦ કોમ્પ્યુટર સાથેની એસી સુવિધા ધરાવતી લેબ, ૩૦ સીસીટીવી કેમેરાથી સજ્જ શાળા તથા ફાયર સેફટીની અદ્યત્તન સુવિધાથી સજ્જ આધુનિક ભવન  * આણંદ, મંગળવાર : સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓમાં વધારો થતાં અને આધુનિકીકરણ થતાં લોકોનો સરકારી શાળા તરફનો અભિગમ બદલાયો છે. આ અન્વયે આજે વાત કરવી છે, આણંદ જિલ્લા મથક થી માત્ર ‌ ૩ કિ.મી. દુર આવેલી પી.એમ.શ્રી યોજના અંતર્ગતની આદર્શ એવી હાડગુડ પ્રાથમિક શાળાની. આ એક એવી શાળા છે કે જેમાં ધોરણ ૦૧ થી ૦૮ માં ૮૯૮ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભણી રહ્યા છે અને સરકારી શાળા હોવા છતાં દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રમાણમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હાડગુડ પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં બાલાવાટીકા

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

Image
Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા'  વઘઇનો ગીરાધોધ અહેવાલ : મનોજ ખેંગાર  (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો 'ગીરાધોધ', ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે.  સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.  હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે.  અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે.  પ્રક

ગુજરાત પોલીસનું ગૌરવ : પ્રતિષ્ઠિત "SKOCH" (Gold) એવોર્ડથી ડાંગ જિલ્લા પોલીસને સન્માનિત કરાઈ :

Image
  ગુજરાત પોલીસનું ગૌરવ : પ્રતિષ્ઠિત "SKOCH" (Gold) એવોર્ડથી ડાંગ જિલ્લા પોલીસને સન્માનિત કરાઈ : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાની પ્રેરણા તેમજ ડાંગ જિલ્લાની SheTeam ના ઉમદા કર્તવ્યના પરિણામ સ્વરૂપે, ડાંગ જિલ્લામાં દીર્ઘકાળથી ચાલી આવતી 'ડાકણ પ્રથા'ને નાબુદ કરી, પીડીત મહિલાઓનુ સમાજમાં પુન:સ્થાપન કરી, તેમજ એક સન્માનજનક નવજીવન પ્રદાન કરવાના સફળ પ્રયાસ 'પ્રોજેક્ટ દેવી' ને રાષ્ટ્રીય કક્ષાના "SKOCH" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.  ડાંગ જિલ્લા પોલીસને પ્રતિષ્ઠિત "SKOCH" (Gold) એવોર્ડથી સન્માનિત કરાતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ, તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, પ્રાયોજના વહીવટદાર શ્રી રાજ સુથાર, રાજકીય આગેવાનો, વહીવટી તંત્રના સૌ અધિકારી-કર્મચારીઓ તથા હોમ ગાર્ડ-ગ્રામ રક્ષક દળના જવાનો, તેમજ સહયોગી નાગરિકો અને સવિશેષ સર્વે મીડિયાકર્મીઓનો જિલ્લા પોલીસે અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. ગુજરાત પોલીસનું ગૌરવ - પ્રતિષ્ઠિત &qu