Posts

Showing posts from May, 2024

Bharuch, Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

Image
   Bharuch, Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી. માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી.  મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે,  જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં   રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી  મીનેશભાઇ પટેલે  શુભેચ્છાઓ  પાઠવી છે.

Surat latest news : સુરતનાં સિતારવાદક અને સંગીતકાર ભગીરથ ભટ્ટનું "મહારાષ્ટ્ર ગૌરવ" પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું.

Image
 Surat latest news : સુરતનાં સિતારવાદક અને સંગીતકાર ભગીરથ ભટ્ટનું "મહારાષ્ટ્ર  ગૌરવ" પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું. સુરતમાં રહેતા સિતારવાદક અને સંગીતકાર ભગીરથ ભટ્ટને મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. એવોર્ડ કમિટી દ્વારા એક ગુજરાતી કલાકારને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા છે, તે ખરેખર સુરત અને ગુજરાત માટે ગર્વની ક્ષણ છે. ખાસ કરીને મ્યુઝિક કેટેગરીની વાત કરીએ તો, એવા ઘણા દિગ્ગજ છે, જેમને આ સમાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં પદ્મશ્રી સોનુ નિગમ, પદ્મશ્રી હૃદયનાથ મંગેશકર, પદ્મવિભૂષણ ઉસ્તાદ અમજદ અલી ખાનજી અને રૂપકુમાર રાઠોડજી સામેલ છે. આ એવોર્ડ માત્ર સંગીતકારની શ્રેણી પૂરતો મર્યાદિત ન હતો, તે અભિનેતા, ચિત્રકારો, પ્રભાવકો, પત્રકારો, આર્કિટેક્ટ જેવા વિવિધ વધુ ક્ષેત્રો માટે પણ હતો.  છેલ્લા 25 વર્ષમાં તેમની સિતાર સાધના કરી રહેલા ભગીરથ ભટ્ટે યુએસએ, યુકે, સ્વિટ્ઝર્લેન્ડ, ઓમાન દુબઈ, દક્ષિણ કોરિયા, રશિયા મોરેશિયસ, સિંગાપોર, ઑસ્ટ્રેલિયા કેનેડા અને બીજા ઘણા વિવિધ દેશોમાં લાઈવ ઈન્ડિયન ક્લાસિકલ શો, ફ્યુઝન શો અને બોલિવૂડ મ્યુઝિક શો કર્યા છે. જેણે વર્તમાન

Chikhli, surakhai: ચીખલીના સુરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના કર્મચારીઓનું સંમેલન યોજાયું.

                                 Chikhli, surakhai: ચીખલીના  સુરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના કર્મચારીઓનું સંમેલન યોજાયું.  તારીખ 22-05-2 024નાં દિને સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના નિવૃત્ત કર્મચારીઓનું ને સંમેલન સુરખાઈ ધોડિયા સમાજ ભવન તા ચીખલી, જીલ્લા નવસારી ખાતે સફળતાપૂર્વક  કરવામાં આવ્યું હતું.  જેમાં જુદા જુદા વિભાગના અઢીસો જેટલા  કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કલેકટર્સ, ક્લાસ વન ટુ અધિકારીઓ, તબીબો, એન્જિનિયર્સ, બિઝનેસમેન,વિવિધ સરકારી વિભાગો,વિવિધ બેંક, રેલવે એલ.આઇ.સી આઈ.ટી.આઈ, ઓએનજીસી,રિલાયન્સ,પોલીસ મિલિટરી  વગેરે વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એમને પ્રમાણિકતાને નિષ્ઠા માટે બિરદાવવામાં  આવ્યા હતા.  સૌએ એક સુરે સમાજની સેવાભાવી પ્રવૃત્તિઓ  જેવી કે શિક્ષણ, આરોગ્ય, ધંધા રોજગારી, વ્યસન મુક્તિ, કાનૂની સહાય, પર્યાવરણ રક્ષણ માટે સહકાર આપવાની ખાતરી આપી હતી. સાથે જ દરેક લોકોને માર્ગદર્શન માટે ઉપરોક્ત વિભાગોની હેલ્પલાઇન ઉભી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું. સૌની સમાજ પ્રત્યેની લાગણી અને સમાજને ઋણ અદા કરવા માટ

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

Image
   Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી

Tapi District: તાપી જિલ્લા કલેકટરશ્રીડો.વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના અધિકારીઓ - કર્મચારીઓએ એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કર્યા.

Image
 Tapi District: તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના અધિકારીઓ - કર્મચારીઓએ એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કર્યા. આજ રોજ “આતંકવાદ વિરોધી દિન” નિમિત્તે તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે શપથ ગ્રહણ કર્યાં. @revenuegujarat @InfoGujarat @infotapiadi #antiterrorismday pic.twitter.com/4MV3oJngn5 — Collector & DM-Tapi (@CollectorTapi) May 21, 2024 તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મીઓએ 21મી મે, એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે નિડરતાપૂર્વક લડવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. લોકોને આતંકવાદ પ્રત્યે જાગૃત કરવા તથા આતંકવાદ સામે એકતાનો સંદેશ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વની સામે પડકાર એવા આતંકવાદી પ્રવૃત્તિઓનો દુનિયાભરમાં હજારો લોકો ભોગ બને છે, ત્યારે તાપી જિલ્લા સહિત રાજ્ય-રાષ્ટ્રના યુવાનોને આતંકવાદ અને હિંસાના માર્ગથી દૂર રાખવા, રાષ્ટ્રીય એકતા, અખંડિતાતા અને શાંત

Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.

Image
  Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ. સુરત જિલ્લાના અબ્રામા ગામની પી.પી. સવાણી સ્કૂલ ખાતે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં છાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨.૦માં ટેકવાન્ડો ફાઈટમાં બે બ્રોન્ઝ મેડલ મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી. છાપરા પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થિનીઓએ જિલ્લાકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કયું હતું. જે પૈકી  ધોરણ ૭ની વિદ્યાર્થિની શીતલ કુશવાહે  અંડર-૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને કરાટે માસ્ટર પિન્કીબેન હળપતિએ ઓપન એજ ગ્રૂપ (૬૩- ૬૮ કિ.ગ્રા.) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ ૬ની વિદ્યાર્થિની દિવ્યાંશી ગુપ્તાએ અંડર- ૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા.) કેટેગરીમાં રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો.  રાજ્યકક્ષાએ શાળા તથા નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણકુમાર અગ્રવાલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિશાલસિંહ રાઠોડ , છાપરા શાળા વ્યવસ્થાપન સમિતિ, છાપરા ગામ તથા છાપરા શાળા પરિવાર તર

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

Image
                                                                આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ. ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને માતા સંગીતાબેન સાથે દિકરી ધૃવી આહિર

Dahod : ગૌરવ સન્માન ૨૦૨૪ એવોર્ડથી સન્માનિત થતાં શિક્ષકો ને ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ દ્વારા ખુબ ખુબ અભિનંદન

Image
   Dahod : ગૌરવ સન્માન ૨૦૨૪ એવોર્ડથી સન્માનિત થતાં શિક્ષકો ને ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ દ્વારા ખુબ ખુબ અભિનંદન ગૌરવ સન્માન ૨૦૨૪ એવોર્ડથી સન્માનિત થતાં શિક્ષકોને ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ દ્વારા ખુબ ખુબ અભિનંદન સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ એકલવ્ય - નવોદય તાલીમ વર્ગના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા જણાવ્યું હતું કે -દાહોદ જિલ્લાના બે શિક્ષકોને ગુજરાત ગૌરવ સન્માન ૨૦૨૪ એવોર્ડથી સન્માનિત થતાં દાહોદ જિલ્લામાંથી નિનામા મુકેશભાઈ મનસુખભાઈ (થાલા લીમડી પ્રા. શાળા) અને બારીયા ભોપતભાઈ કોલિયારી ફળિયા ચેનપુર પ્રા. શાળાની પસંદગી કરી શિક્ષકોને ગૌરવ પુરસ્કારમાં પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને કાલોલ ગુરુકુળ વિદ્યાલય ખાતે સન્માનિત કરતા ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગના સંચાલક દિલીપકુમાર મકવાણા તેમજ ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી રાજુભાઈ મકવાણા, અશ્વિનભાઈ સંગાડા ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે. ઉતરોતર પ્રગતિ કરતા રહો એવી અભિલાષા વ્યક્ત કરી હતી

Kalol: કલોલ ગાંધીનગર મુકામે ગુજરાત ગૌરવ સન્માન ૨૦૨૪ માં પુંસરી પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશભાઈ માળી ની પસંદગી કરાઈ.

Image
   Kalol: કલોલ ગાંધીનગર મુકામે ગુજરાત ગૌરવ સન્માન ૨૦૨૪ માં પુંસરી પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશભાઈ માળી ની પસંદગી કરાઈ. કલોલ ગાંધીનગર મુકામે ગુજરાત ગૌરવ સન્માન ૨૦૨૪ માં પુંસરી પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશભાઈ માળી ની પસંદગી કરવામાં આવી કલોલ ગાંધીનગર મૂકામે જાયંટ્સ ગ્રૂપ કલોલ મૅન ના ઉપ્લક્ષ્યમાં શિક્ષણ કાર્યમાં ઉત્કૃષ્ટ કામગીરી અને વિદ્યાર્થીઓના જીવનમાં કેળવણીના ઉચ્ચતમ સર કરાવવા માટે ગુજરાત ગૌરવ સન્માન ૨૦૨૪ માં પુંસરી પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશભાઈ રમેશભાઈ માળીની પસંદગી થઈ તે બદલ મુખ્ય મહેમાન પુલકિતભાઈ જોશી [ મદદનીશ સચિવ ગુજરાત અને ઉ.મા શિક્ષણ બોર્ડ ગાંધીનગર ] પ્રમુખશ્રી રાકેશભાઈ પંડ્યા મંત્રી મનીષભાઈ ગાંધી તેમજ કાર્યક્રમનાં ઉદ્ઘાટક શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપ દાસજીના આશિર્વાચન દ્વારા કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. સાથેજ મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશી હસ્તક શીલ્ડ અને પ્રમાણપત્ર આપી મારું અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું તે બદલ સૌ જાયંટ્સ ગ્રૂપ કલોલના સભ્યોનો આભાર વ્યક્ત કરું છું.માતૃ દિવસના દિને આજનું સન્માન હું મારી માં મતિ શાંતાબેન ને સમર્પિત કરું છું,

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

Image
                                      Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો. વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કરે છે. આ પ્રકારના અભ્યાસથી વિદ્યાર્થીનો કારકિર્દી માટેનો પાયો મજબૂત બને છે અને સાચા અર્થમાં જ્ઞાન આર્જિત કરીને વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપવા સમ

Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા

Image
         Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા કોલવણા ગામ ના શિક્ષક ને જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન દ્વારા ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી સન્માનિત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી પ્રસરી જવા પામી હતી.યાકુબભાઈ ઉઘરાતદાર શિક્ષણ ક્ષેત્રે અવનવુ કરવા માટે જાણીતા છે.તેમની શિક્ષણ પ્રત્યેની રૂચી,ઉત્સાહ અને કઈ કરી છૂટવાની ખેવનાની ગુજરાત ની અનેકઆ સંસ્થાઓએ નોંધ લીધી છે. આ તબક્કે ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી રાજ્યભરના પ્રતિભાશાળી સો જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલવણા ગામના વતની અને શિક્ષણ સાથે જોડાયેલા યાકુબ ઉઘરાતદાર છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષક તરીકેની સેવા બજાવે છે.તેઓ શિક્ષણ સહિત સામાજિક ક્ષેત્રમાં પણ યોગદાન આપી રહ્યા છે.તેમની ઉમદા ભાવના અને કર્તવ્યનિષ્ઠા ની રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ નોંધ લીધી છે. અત્યાર સુધી ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા પારિતોષિક પ્રમાણ પત્ર,મોરારી બાપુ ના હસ્તે ચિત્રકૂટ પ્રમાણ પત્ર તેમજ અન્ય અનેક સંસ્થાઓ તેમનુ બહુમાન કરી ચૂક્યા છે. હાલમાંજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ

અમદાવાદના શિક્ષિકા jenet christainને ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન - 2024 એવોર્ડથી સન્માનિત.

Image
    અમદાવાદના શિક્ષિકા jenet christainને ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન - 2024 એવોર્ડથી સન્માનિત. 12 May 2024 Mother's Day ના વિશેષ દિવસે આજ રોજ કલોલ ગાંધીનગરમાં "જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન" દ્વારા "ગુજરાત ગૌરવ સન્માન 2024"નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી શિક્ષક ભાઈ બહેનોને તેઓના ક્ષેત્રમાં કરેલ કામગીરીને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત આદરણીય મદદનીશ સચિવ શ્રી પુલકિત ભાઈ જોષી (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ) દ્વારા ટ્રોફી અને શ્રી તખુભાઈ સાંડસુંર સાહેબશ્રીના વરદ હસ્તે સન્માનપત્ર આપીને શિક્ષિકા jenet Christianનું અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું તે બદલ જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન ના તમામ સભ્યોનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

Image
                                          NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને    ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સાથે ૯૮.૬૭ ટકા મેળવી સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.   જ્યારે શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓ એ-૨

Dediyapada: દેડીયાપાડા તાલુકાના આદીવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે સમરકેમ્પનું આયોજન

Image
     Dediyapada: દેડીયાપાડા તાલુકાના આદીવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે સમરકેમ્પનું આયોજન  દેડીયાપાડા તાલુકાના આદીવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે સમરકેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. સમર કેમ્પ રક્ષા ફાઉન્ડેશનના સહયોગથી પોચાભાઇ ફાઉન્ડેશન દ્વારા કુંડીઆંબા ગામે યોજવામા આવ્યો હતો. જેમાં કોરવી, કુંડીઆંબા, જરગામ, પાટડી અને ચિકદાના 200 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સંસ્થાના બાળમિત્રો દ્વારા બાળકોને ચિત્રકામ, ઓરોગામી, રમતો, વાર્તા, બાળ ગીતો દ્વારા ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવ્યુ હતું. બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ કેળવાય, નિયમિત સ્કૂલે જાય, પોતાનાં અધિકારો પ્રત્યે સભાન બને અને દેશનો સારો નાગરિક બને એ હેતુથી સંસ્થા દ્વારા જુદી-જુદી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામા આવે છે.

Khergam Janta madhyamik school: ખેરગામ જનતા હાઈસ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 92 ટકા પરીણામ

Image
  Khergam Janta madhyamik school: ખેરગામ જનતા હાઈસ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 92 ટકા પરીણામ સામાન્ય પ્રવાહનું 92.42 ટકા જેટલું પરીણામ આવ્યું હતું. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 72.91 ટકા પરીણામ આવ્યું હતું.સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમેં યાદવ અમૃતા શુભનાથભાઈ 87.14 ટકા સાથે પ્રથમ રહ્યા હતા.જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પટેલ કેનિલ નવીનભાઈ 90.46 ટકા સાથે પ્રથમ આવ્યા હતા.વિજ્ઞાન પ્રવાહમાં કુલ 48 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં 35 વિદ્યાર્થી પાસ અને 13 વિદ્યાર્થી નાપાસ થયા હતા.જ્યારે સામાન્ય પ્રવાહમાં 132 વિદ્યાર્થીમાં 122 પાસ અને 10 વિદ્યાર્થી નાપાસ થયા હતા.ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ,ચેરમેન શશીકાંત પટેલ, આચાર્ય ચેતનભાઈ પટેલ તથા શાળા પરીવાર દ્વારા અભિનંદન પાઠવી સારી કારકિર્દી માટે શુભકામના પાઠવી હતી.

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર, 25- નવસારી લોકસભા સીટ

 નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર, 25- નવસારી લોકસભા સીટ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે નવસારી જિલ્લાનો પોલિંગ સ્ટાફ તેઓના મતદાન મથકે પહોંચી રહ્યા છે. #LokSabhaElection2024   #Election2024   #ChunavKaParv   #DeshKaGarv   @ECISVEEP   @CEOGujarat   pic.twitter.com/hninjeSZFA — Collector & DM Navsari (@CollectorNav)  May 6, 2024 આપણા વડીલોએ તેમની ફરજ નિભાવી છે. આજે આપડી ફરજ નિભાવવાનો દિવસ છે. ચાલો સૌ મતદાન મથક પર જઈને મતદાન કરીયે! Our elders have celebrated this festival of democracy. Today is our day to celebrate! Let’s all go out and cast our vote! ⁦ @CollectorNav ⁩ ⁦ #DeshKaGarv   #ChunavKaParv   pic.twitter.com/b1nUDFtyBx — ARO 25 Navsari PC (GJ) and Prant Officer Navsari (@prantnavsari)  May 7, 2024 Happy and Proud faces at the polling booth! #GoVote #LokSabhaElection2024   @CEOGujarat   @ECISVEEP   pic.twitter.com/X6sF89q1xO — Collector & DM Navsari (@CollectorNav)  May 7, 2024 લોકશાહીના મહાપર્વમાં મે મારી ફરજ નિભાવી દીધી છે. તમે પણ અચૂક મતદાન કરજો. #LokSabhaElec

Khergam (Pahad faliya school): ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
                                                                                  Khergam (Pahad faliya school): ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : ૦૪-૦૫-૨૦૨૪નાં દિને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, નવસારી સંચાલિત ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક ખેરગામ શાળામાં ધોરણ ૧ થી ૫નાં બાળકો અભ્યાસ કરે છે. જેમાં ધોરણ-૫ માં અભ્યાસ કરતાં બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાનાં બાળકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાનાં આચાર્ય બબીતાબેન પટેલ સહિત ઉપશિક્ષકશ્રી ધર્મેશભાઈ પટેલ, ઉપશિક્ષિકા નીલમબેન પટેલએ બાળકો સમક્ષ પ્રેરણાત્મક વાતો રજૂ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. સાથે જ તેમને ઉત્તરોત્તર પ્રગતિ માટેની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. ધોરણ -૫ નાં બાળકોએ શાળામાં આંબાની કલમ રોપી શાળા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. શાળા તરફથી ધોરણ- ૫નાં બાળકોને શૈક્ષણિક કીટ ભેટ અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે ગામનાં શિક્ષકપુત્ર તરુણભાઈ રમેશભાઈ પટેલે શાળામાં પ્રોજેક્ટર સ્ટેન્ડ ભેટ આપ્યું હતું. આ પ્રસંગે વિદાય લેતાં બાળકોએ વિદાયગીત  રજૂ કરી શાળા અને શ

Surat: સુરત જિલ્લાના ૨૮ આરોગ્ય સબ સેન્ટરો ખાતે સામૂહિક મહેંદી મુકાવવાનો કાર્યક્રમ

Image
 Surat: સુરત જિલ્લાના ૨૮ આરોગ્ય સબ સેન્ટરો ખાતે સામૂહિક મહેંદી મુકાવવાનો કાર્યક્રમ

Morbi news : પોસ્ટલ બેલેટથી મતદાન કરતા મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને મોરબી જીલ્લાના કલેક્ટર કે.બી. ઝવેરી.

Image
 Morbi news : પોસ્ટલ બેલેટથી મતદાન કરતા મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને મોરબી જીલ્લાના કલેક્ટર કે.બી. ઝવેરી.

Mahisagar: મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ અને પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું.

Image
 Mahisagar: મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ અને પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું.

Anaval : કોષની બે સગી બહેનોને ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ એનાયત.

Image
    Anaval : કોષની બે સગી બહેનોને ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ એનાયત.

Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.

Image
           Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો. ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો ખેરગામઃ ખેરગામ તાલુકાની નારણપોર પ્રા.શાળામાં ૬ દિવસીય સ્કૂલ ટીચર્સ વર્કશોપનું પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન, એસ.એ.પી. અને એલ.ટી.પી.સી.ટી. દ્વારા કરવામાં આવ્યું. જેમાં સ્કૂલના કમ્પ્યુટર શિક્ષક રિકલ પટેલે શિકક્ષકોને CAL(Computer Alded Learning) અને DLLS(Digital Literacy as Life Skill) પ્રોગ્રામના માધ્યમ દ્વારા ગણિત અને ભાષાની તાલીમ આપી હતી. સાથે સાથે MS-WORD, MS-Excel અને MS-Power Point ની પણ તાલીમ સમજણ અપાઈ હતી.

Bhavanagar: ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટરશ્રી આર.કે.મહેતાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

Bhavanagar: ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટરશ્રી આર.કે.મહેતાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા. આજ ૧૦૩-ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ભાવનગર તાલુકાના કોળિયાક ગામે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી. એચ. સોલંકીની ઉપસ્થિતિમાં રેતશિલ્પ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયેલ. @SpokespersonECI @ECISVEEP @CEOGujarat @revenuegujarat @BhavnagarDdo @Gujinfo @mahiti_bvn pic.twitter.com/Es0S9sy8Sf — Collector & District Magistrate, Bhavnagar (@Collectorbhav) May 2, 2024 ભાવનગર સાગવાડી ખાતે ૧૫૦ જેટલા નાગરિકો સેલ્ફી પડાવી મતદાન કરવા કટીબધ્ધ બન્યાં અને અન્યોને પ્રોત્સાહિત કર્યાં. હાલ જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટરશ્રી આર.કે.મહેતાના માર્ગદર્શન હેઠળ સેલ્ફી પોઈન્ટ,રેલીઓ,ગરબાઓ,રંગોળીઓ અને મહેંદી દ્વારા લોકોને મતદાન માટે પ્રેરિત કરાઈ રહ્યા છે @CEOGujarat pic.twitter.com/657JaJ1Byr — Collector & District Magistrate, Bhavnagar (@Collectorbhav) May 2, 2024 સુપ્રસિધ્ધ કથ્થક નૃત્ય કલાકાર તથા નેસ્ટ સ્કુલ ઓફ કથ્થક ડાન્સના સ્થાપક ડો.નિપાબેન ઠક્કર અને ટીમ દ

Vadodara news : વડોદરામાં 14 હજારથી વધુ સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું.

Image
 Vadodara news : વડોદરામાં 14 હજારથી વધુ સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું.

Anand news : આણંદમાં સુરક્ષા કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું.

Image
Anand news : આણંદમાં સુરક્ષા કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું.

Bardoli news : બારડોલી સંસદીય બેઠક પર સુરત જિલ્લાના પાંચ વિધાનસભા ક્ષેત્રના ૧૫.૪૦ લાખ લોકો મત આપશે.

Image
 Bardoli news : બારડોલી સંસદીય બેઠક પર સુરત જિલ્લાના પાંચ વિધાનસભા ક્ષેત્રના ૧૫.૪૦ લાખ લોકો મત આપશે.

Tapi news : તાપી જિલ્લા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજનો વિદાય સમારંભ યોજાયો.

Image
Tapi  news : તાપી જિલ્લા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજનો વિદાય સમારંભ યોજાયો.

Valsad news:વલસાડ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી માર્ગદર્શન હેઠળ મતદાન જન જાગૃતિના કાર્યક્રમો યોજાયા.

Valsad news:વલસાડ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી માર્ગદર્શન હેઠળ મતદાન જન જાગૃતિના કાર્યક્રમો યોજાયા. મહિલાઓ દ્વારા મહેંદી દ્વારા મતદાનજાગૃતિનો સંદેશ. મહિલાઓ દ્વારા મહેંદી દ્વારા મતદાનજાગૃતિનો સંદેશ ૭મે એ મતદાન અચૂક કરીએ. @collectorvalsad @DDO_VALSAD @ECISVEEP @CEOGujarat pic.twitter.com/RXH71uB10N — District Election Officer Valsad (@DeoValsad) May 1, 2024 વલસાડ જિલ્લામાં મતદાન કર્મચારીઓની બીજી તાલીમ હાથ ધરવામાં આવી. Second Training of Polling Staff was conducted in Valsad district @CEOGujarat @ECISVEEP @DDO_VALSAD @collectorvalsad pic.twitter.com/qOiy5P2Qqq — District Election Officer Valsad (@DeoValsad) May 1, 2024 વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં મતદાનના દિવસે મતદાન કરવાના સંદેશ સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. Voting Awareness in industrial units in Valsad district is on-going with a message to vote on poll day i.e. 07/05/2024 between 7am to 6 pm @collectorvalsad @ECISVEEP @CEOGujarat @DDO_VALSAD pic.twitter.com/46J2Q7OH5o — District Election Officer Valsad (@DeoVa